ટ્વિટરે ભારતમાં બાળકોના જાતીય શોષણ અને સંમતિ વિના નગ્નતાને પ્રોત્સાહન આપતાં ૬,૮૨,૪૨૦ એકાઉન્ટ પર જાન્યુઆરી ૨૬થી ફેબુ્રઆરી ૨૫ વચ્ચે પ્રતિબંધ મુકી દીધો હતો. આ ઉપરાંત ટ્વિટરે આતંકવાદને પ્રોત્સાહન આપતાં બીજા૧,૫૪૮ એકાઉન્ટને પણ બંધ કરી દીધાં છે.
નવા આઇટી રૂલ્સ ૨૦૨૧ હેઠળ ટ્વિટરે તેના નિયમપાલનના માસિક અહેવાલમાં જણાવ્યું હતું કે આ સમયગાળામાં ભારતમાં વપરાશકારો તરફથી ૭૩ ફરિયાદો મળી હતી. ટ્વિટરને એકાઉન્ટ બંધ કરવા સામે ૨૭ ફરિયાદો મળી હતી જેનો નિકાલ કરવામાં આવ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે અમે સ્થિતિનું પુનરવલોકન કરીને એકાઉન્ટ સસ્પેશનને લગતી ૧૦ ફરિયાદો નો નિકાલ કરી તેમના એકાઉન્ટ બહાલ કર્યા હતા જ્યારે બાકીના એકાઉન્ટને સસ્પેન્ડ જ રાખ્યા હતા.