ટ્વિટ્ટર દ્વારા રશિયન સોફ્ટવેર કંપની કેસ્પરસ્કી લેબના વિજ્ઞાપનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જાસૂસીની આશંકાથી આ પ્રતિબંધ મુકાયો હોવાનું જાણવા મળે છે. જોકે આ અંગે પ્રતિક્રિયા આપતા કેસ્પરસ્કી દ્વારા જણાવાયું છે કે તેમને ટ્વિટરના આ નિર્ણયથી નવાઈ લાગી છે અને આ અંગે ફરી વિચારણા કરવા તે ટ્વિટ્ટરને જણાવશે.