કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના પતન બાદ શાંત પડેલી હિલચાલ ફરી તેજ બની છે. વિધાનસભા અધ્યક્ષ કે આર રમેશ કુમારે ધારાસભ્યોની ગેરલાયકતાના મુદ્દે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે અપક્ષ ધારાસભ્ય આર શંકર, કોંગ્રેસના ધારાસભ્યો રમેશ જારકિહોલી અને મહુશ કુમાતલ્લીનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે બંધારણની ૧૦ મી અનુસૂચિ અંતર્ગત આવનાર પક્ષપલટુ કાયદા હેઠળ ધારાસભ્યોની સામે કાર્યવાહી કરાઈ છે. સ્પીકરે કહ્યું કે મેં ધારાસભ્યોને બોલાવ્યા હતા પરંતુ તેઓ આવ્યા નહોતા. તેમના વકીલ મારી પાસે આવ્યાં હું મારા વિશેષાધિકારનો ઉપયોગ કરીશ અને સુપ્રીમ કોર્ટે મારામા જે ભરોસો મૂક્યો છે તે યથાવત જાળવી રાખીશ.બળવાખોર ધારાસભ્યોને મારી સમક્ષ ફરી વાર હાજર થવાની તક નહીં મળે હવે આ પ્રકરણ પુરૂ થયું છે.