મેઘરાજાએ ગુજરાતમાં ફરી એકવાર તોફાની બેટિંગ શરુ કરી છે. વિતેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ અત્યાર સુધી કોરા રહેલા બનાસકાંઠામાં પડ્યો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. માત્ર 8 જ કલાકમાં ધોધમાર 9 ઈંચ વરસાદ ખાબકતાં અહીં સર્વત્ર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. તોફાની વરસાદને કારણે ડીસા તેમજ થરાદ રોડ પર અનેક જગ્યાએ વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા છે.