ક્રૂઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં આરોપી રહેલા આર્યન ખાન ના પિતા બોલિવૂડ બાદશાહ શાહરુખ ખાન ને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, દેશની સૌથી મોટી એડટેક સ્ટાર્ટઅપ કંપની બાયજૂસે (Byju’s) શાહરુખ ખાનની તમામ જાહેરખબર રોકી દીધી છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન વર્ષ 2017થી બાયજૂસનો બ્રાન્ડ એમ્બેસેડર છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એડવાન્સ બુકિંગ છતાં બાયજૂસે શાહરુખની તમામ જાહેરખબર બંધ કરી દીધી છે. કિંગ ખાનની સ્પૉન્સરશિપ ડીલ્સમાં બાયજૂસ સૌથી મોટી બ્રાન્ડ છે. આ ઉપરાંત શાહરુખ પાસે હ્યુન્ડાઇ, રિલાયન્સ જિયો, એલજી, દુબઈ ટુરિઝમ જેવી કંપનીની જાહેરખબર છે. રિપોર્ટ્સ પ્રમાણે બાયજૂસ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે શાહરુખ ખાનના વાર્ષિક 3-4 કરોડની ચૂકવણી કરે છે.