મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો આંચકો આપતા કોલકાતા હાઇકોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદની હિંસાની તપાસ CBIને સોંપી છે. હાઈકોર્ટે આદેશ આપ્યો કે CBI કોર્ટની દેખરેખ હેઠળ જ તપાસ કરશે. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે હત્યા અને બળાત્કારના કેસોની તપાસ CBI કરશે, જ્યારે અન્ય કેસોની તપાસ SIT કરશે. હાઈકોર્ટે કહ્યું કે બંગાળ કેડરના વરિષ્ઠ અધિકારીઓ SIT તપાસ માટે ટીમનો ભાગ હશે. ત્યાર બાદ મોડી રાતે CBIએ આ કેસની તપાસ માટે ચાર ખાસ ટીમોની રચના કરી. દરેક ટીમમાં છ-છ સભ્યો હશે. કેસની તપાસ કુલ 25 અધિકારીઓના હાથમાં રહેશે.