નોટબંધી બાદ બેંકોમાં ગેરરીતિની ફરિયાદના આધારે EDએ અમદાવાદની પાંચ બેંકોમાં તપાસ શરુ કરી છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ પાંચ ટુકડીઓએ પંજાબ નેશનલ બેંક, કેનારા બેંક અને સિન્ડીકેટ બેંકની આશ્રમ રોડ, સી.જી.રોડ અને સેટેલાઈટ શાખામાં તપાસ કરી, કારણ કે આ બેંકોમાં ચોક્કસ પ્રક્રિયા અનુસરવામાં આવતી ન હોવાની ફરિયાદ મળી હતી. મની લોન્ડરીંગ અંગેની પણ ઈડીએ સર્વે કર્યો.