તુર્કીમાં હાલમાં જ આવેલ 7.8ની તીવ્રતાનો ભૂકંપ ઈતિહાસની સૌથી ઘાતક કુદરતી આફત સાબિત થયો. તુર્કીના ગૃહમંત્રીએ આપેલ અપડેટ મુજબ તુર્કીમાં મૃતકોની સંખ્યા 39,672 થઈ ચૂકી છે. ત્યારબાદ તુર્કી અને સીરિયા, બંને જગ્યાએ મળીને ભૂકંપના મરનારનો કુલ આંકડો 43,360 થઈ ગયો છે. અલજજીરાના રિપોર્ટ મુજબ મોતની સંખ્યા હજુ પણ વધી શકે છે.