તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ આ બંને દેશોમાં મોતના આંકડા સતત વધી રહ્યા છે. અત્યાર સુધી સામે આવેલા આંકડા મુજબ સીરિયા અને તુર્કીમાં આ ભીષણ વિનાશના કારણે 24 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ તુર્કી અને સીરિયામાં અત્યાર સુધી 24 હજાર લોકોના જીવ ગયા છે અને હજુ પણ આ સંખ્યા વધી શકે છે