દક્ષિણ તુર્કીમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મળતી માહિતી મુજબ, તુર્કીના દક્ષિણમાં ગાજિયનટેપમાં સૌથી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, આ વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં તુર્કીમાં 195 અને સીરિયામાં 42 લોકોના મોત થયા છે. ભૂકંપમાં મોતનો આંકડો મોટો હોવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. તો તુર્કીમાં સાઉદી અરબ દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના સાત નાગરિકોના મોત થયા છે. ઓછામાં ઓછી 150 ઇમારતો પણ ધરાશાયી થઇ છે.