તુર્કીએ અમેરિકા સ્થિત મૌલવી ફેતુલ્લા ગુલેનના કહેવાતા ૧૦૦૦ સમર્થકોની ધરપકડ કરી હતી. પ્રમુખ એડોર્ગનનો જનમતમાં વિજય થયા પછી આ સૌથી મોટો દરોડો હતો. જનમતમાં વિજય મળ્યા બાદ એક સપ્તાહે દેશભરમાં ગુલેનના ૩૦૦ શંકાસ્પદ સમર્થકો પર સરકારે દરોડા પાડયા હતા. આજે કુલ ૧૦૧૩ શંકાસ્પદોનો ધરપકડ થઈ હતી.