ટીવીની દુનિયામાંથી વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી વિગતો અનુસાર, અભિનેત્રી તુનિષા શર્માએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તુનિષાએ સિરિયલના સેટ પર જ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. આ મુદ્દે મહારાષ્ટ્રની વાલીવ પોલીસે જણાવ્યુ કે, તુનિષા શર્મા લટકતી હાલતમાં જોવા મળી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ.