અમેરિકામાં પ્રથમ હિન્દુ મહિલા સાંસદ તુલસી ગેબાર્ડે ડેમોક્રેટિક પાર્ટી છોડી દેવાની જાહેરાત કરી હતી. તુલસી ગેબાર્ડે સત્તાધારી પાર્ટીની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે પાર્ટીમાં નેતાઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે.
તુલસી ગેબાર્ડે ડેમોક્રેટિક પાર્ટી છોડવાની જાહેરાત કરતી વખતે આરોપ લગાવ્યો હતો કે પાર્ટી કેટલાક નેતાઓના અંકુશમાં કામ કરી રહી છે. ડેમોક્રેટિક પાર્ટી રાજકીય ફાયદો-નુકસાન જોતી પાર્ટી બની ગઈ છે. એક એલીટ ક્લબ જેવી પાર્ટી માટે કામ કરવાનો કોઈ અર્થ નથી. તુલસી ગેબાર્ડે પ્રમુખ જો બાઈડેનની વિદેશ નીતિની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે તેમણે દેશને ભાગલાવાદી સ્થિતિમાં લાવી દીધો છે.