કોંગ્રેસે તેના વરિષ્ઠ નેતા ચિદમ્બરમ્ની ધરપકડ અને સીબીઆઇ તેમજ ઈડીની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપો કર્યા હતા કે સીબીઆઇને પુત્રીની હત્યાની આરોપી ઇન્દ્રાણી મુખરજીમાં વિશ્વાસ છે પણ ચિદમ્બરમ્ પર ભરોસો નથી. ભાજપ સરકારે સીબીઆઇ અને ઈડીને બદલો લેવાના વિભાગમાં ફેરવી દીધા છે. તેમણે ચિદમ્બરમ્ની ધરપકડને ધોળે દિવસે લોકશાહીની હત્યા સમાન ગણાવી હતી. INX મીડિયા કેસમાં ચિદમ્બરમ્ અને તેમના પુત્ર કાર્તિ સામે કોઈ આરોપો પણ નથી કે કોઈ પુરાવા પણ નથી. સરકારે બદલાની ભાવનાથી કેસ કર્યો છે અને અન્ય મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા માગે છે.