અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૬ ટકા નહીં પણ ૯મી એપ્રિલથી અમલમાં આવે તે રીતે ૨૭ ટકા ટેરિફ નાખ્યો છે. તેના કારણે ભારતને વર્ષે સીધો ૧૫ અબજ ડોલર એટલે કે ૧.૨૦ લાખ કરોડનો ફટકો પડવાની ભીતિ છે. આમ આ ટેરિફ સાત અબજ ડોલર એટલે કે ૬૧ હજાર કરોડના પ્રારંભિક અંદાજથી બમણો છે. ટ્રમ્પે લગાવેલો ટેરિફ તો હજી શરૂઆત છે અટલે કે પાશેરામાં પહેલી પૂણી કહી શકાય.
ટ્રમ્પના શાસનનું આ પહેલું જ વર્ષ છે તેથી આગામી ચાર વર્ષ ભારતીય કંપનીઓ અને ભારતીય અર્થતંત્ર માટે બધી રીતે કપરા નીવડવાના છે તેવો સંકેત ટ્રમ્પે અત્યારથી જ આપી દીધો છે. ટ્રમ્પે અમેરિકન બજારમાથી ભારતીય કંપનીઓએ રીતસરના ઉચાળા ભરવા પડે તેવી જ સ્થિતિનું નિર્માણ કર્યુ છે.