-
પારૂલ ત્રિવેદી-શાહ,સિંગાપોર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અગાઉ જણાવ્યું હતું કે તેમને ઉત્તર કોરિયાના વડા કિમમાં વિશ્વાસ છે અને કિમને મારામાં. તેમણે એવું સ્વીકાર્યું કે શિખર પરિષદ પહેલાં તેમણે નિખાસલપણે કિમ સાથે ફોન પર વાત કરી હતી. દરમ્યાન, પરિષદ પૂર્ણ થયા બાદ મિડિયાને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે અને કિમે “સઘન કલાકો એકબીજા સાથે” ગાળ્યા અને નોર્થ કોરિયામાં એક મહાન સ્થળ બનવાની ક્ષમતા રહેલી છે. તેમણે શિખર પરિષદનું આયોજન કરવા બદલ સિંગાપોરની પ્રશંસા કરી હતી અને સાઉથ કોરિયા,ચીન અને જાપાનના નેતાઓને શ્રધ્ધાજંલિ અર્પી હતી. પોતાના લોકો માટે હિંમતભર્યો નિર્ણય લેવા બદલ તેમણે કિમ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો.તેમણે કહ્યું કે કિમનો નિર્ણય પૂરવાર કરે છે ખરૂ પરિવર્તન શક્ય છે. કિમ સાથેની બેઠક પ્રમાણિક, સીધી અને ફળદાયી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે વિરોધીઓ ખરેખર મિત્રો પણ બની શકે છે. ઉત્તર કોરિયા જ્યારે પરમાણુ શસ્ત્રો ત્યજી દેશે ત્યારે તેને બદલામાં કયો વેપાર મળશે તેની કોઇ મર્યાદા નથી.