અમેરિકાના પ્રમુખ તરીકે શપથવિધીના કલાકો પછી જ યુનાઇટેડ સ્ટેટ્સના ૪૭મા પ્રમુખ તરીકે ડોનલ્ડ ટ્રમ્પે ૮૦ જેટલા એક્ઝીક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તેમના ચૂંટણી એજન્ડાનો અમલ શરૂ કરી દીધો છે. પ્રમુખ તરીકે પહેલા જ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ કરારના અમલ સહિત ભૂતપૂર્વ પ્રમુખ બાઈડેને આપેલા એક ડઝન જેટલા આદેશોને રદ કરવા સાથે કુલ ૮૦ એક્ઝિક્યુટિવ ઓર્ડર આપ્યા હતા.