અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું છે. ટ્વીટરના નવા બોસ એલોન મસ્કના એલાન બાદ ટ્રમ્પની 22 મહિના બાદ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાપસી થઈ છે. આ પહેલા મસ્કે ટ્વીટ કરીને યૂઝર્સને જાણકારી આપી હતી કે, જો લોકોની ઈચ્છા છે કે ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવે તો તેમ થશે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા એલોન મસ્કે ટ્વિટર પર એક પોલમાં લોકોને પૂછ્યું હતું કે, શું ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ રિસ્ટોર કરવું જોઈએ?