-
પારૂલ ત્રિવેદી-શાહ, સિંગાપોર
સમગ્ર દુનિયા એ જોવા માટે થંભી ગઇ નથી કે પૃથ્વી પર સૌથી મોટો દિલધડક શો કયો છે તેમ છતાં ઘણાં કાન મન મૂકીને એ સાંભળવા માંગે છે કે તેમાંથી શું નિષ્કર્ષ નિકળે છે. બે નેતાઓ કે જેમને પરંપરાગત કૂટનીતિને પડકારવાનું ગમે છે તેઓ ઘણાં મુદ્દાઓ પર સર્વસંમતિ પર આવી શકે. પ્રારંભિક ઉત્સાહ બાદ તેમની બન્નેની સિંગાપોર મુલાકાતની સાથે તેમના પ્રત્યેની અપેક્ષાઓ પણ ઉંચી છે, કેમ કે તેમની સાથે આવેલા તેમના રસોઇયા કે કિચનના સામાન કે તેમની સુરક્ષા માટે તેમની સાથે આવેલી સશસ્ત્ર બખ્તિયારબંધ કારના કોન્વોય સાથે આવેલા ખાસ સુરક્ષાકર્મીઓના ઉલ્લેખ કરતાં તેઓ મંત્રણામાં દુનિયાને શું આપવા માંગે છે તેની ચર્ચા પર નજર છે. આજે અત્રે સિંગાપોરની ધરતી પર આ બે નેતાઓ ખૂબ સારા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સુખેથી મળ્યા અને આજનો દિવસ ઐતિહાસિક બની ગયો. તેમના વચ્ચેની શીતાગાર સમાનની ઠંડી શત્રુતા લગભગ જાણે કે ભૂલાઇ ગઇ. બન્ને હસતે મોઢે જોવા મળ્યા અને દુનિયા તથા પોતાના દેશના હિત માટે શ્રેષ્ઠ શું છે તે તેમની રાજકીય કુશળતા સાબિત કરવા માટે આતુર બન્યા હતા. બન્ને નેતાઓએ બિનચોક્કસ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવું જાહેર કર્યું કે તેમણે કિમ જોંગ ઉન સાથે ખૂબ જ ખાસ બંધન વિકસાવ્યું છે. “તમારી સાથે રહેવું તે મારા માટે સન્માનજનક છે’ એમ કિમને કહીને ટ્રમ્પે ઉમેર્યું કે તેઓ કિમને વ્હાઇટ હાઉસ માટે આમંત્રિત કરી રહ્યાં છીએ. તેમણે બન્નેએ પોતપોતાના દેશોના રાષ્ટ્ર ધ્વજની પૃષ્ઠભૂમિ આગળ ઉભા રહીને હસ્તધૂનન કર્યા. ટ્રમ્પે ત્યારબાદ ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉનની ભારોભાર પ્રશંસાના શબ્દો વેરતાં કહ્યુઃ”(તેઓ) એક સારા અને મૂલ્યવાન મંત્રણાકાર છે, તેમણે પોતાની પ્રજા માટે મંત્રણા કરી”. “હું શિખ્યો કે તેઓ એક પ્રતિભાશાળી વ્યક્તિ છે. હું તેમનામાંથી એ પણ શિખ્યો કે તેઓ પોતાના દેશને ખૂબ જ પ્રેમ કરે છે.”, એમ ટ્રમ્પે એ પ્રશ્નના જવાબમાં કહ્યું કે જ્યારે તેમને એવો સવાલ કરાયો કે ઉત્તર કોરિયાના નેતામાંથી તમે શું શિખ્યા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એ પણ કહ્યું કે “ઉત્તર કોરિયા માટે વિપરમાણુકરણની પ્રક્રિયા ખૂબ ખૂબ જલ્દીથી શરૂ થવા જઇ રહી છે.” આ અગાઉ અમેરિકાના એક અધિકારીએ કહ્યું હતું કે દસ્તાવેજી મંત્રણામાં થનારી પ્રગતિ અને તેની ગતિને આગળ વધારવા પ્રત્યેની વચનબધ્ધતા માટે અમે તૈયાર છીએ.