અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક અબજપતિ ઇલોન મસ્કની આગેવાનીના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયિન્સી (ડીઓજીઇ)ને વધુ સત્તા આપતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે. ટ્રમ્પના નવા આદેશ મુજબ બધી જ ફેડરલ એજન્સીઓએ જોબ કટ કરવા અને ભરતી મર્યાદિત કરવાં ડીઓજીઇની સાથે સંકલન કરવું પડશે અને સલાહમસલત કરવી પડશે.