અમેરિકાના પ્રમુખ પદે સત્તા સંભાળ્યાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જોકે આ પ્રતિબંધને શરૃઆતમાં જ મોટો ફટકો લાગ્યો હતો. અમેરિકાની ફેડરલ કોર્ટે ટ્રમ્પના આ આદેશ પર સ્ટે મુકી દીધો હતો. જે બાદ ટ્રમ્પ સરકાર અપીલ કોર્ટમાં ગઇ હતી.