ભારત અને કેનેડા વિવાદ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. વોશિંગ્ટન ડીસીમાં હડસન ઈન્સ્ટીટ્યૂટમાં વાત કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ જે આરોપ લગાવ્યા છે, તે પાયાવિહોણા છે. તેમણે એમ પણ કહ્યું કે, 'અમે અમેરિકન નેતાઓ જેક સુલિવન અને એન્ટની બ્લિંકનને કહ્યું કે, કેનેડા ઉગ્રવાદી તત્વોને આશરો આપે છે અને અમારા રાજદૂતો અસુરક્ષિત છે. કેનેડાની રાજનીતિની મજબૂરીઓના કારણે તેમને કેનેડામાં સંચાલનની જગ્યા આપવામાં આવી છે.