અમદાવાદમાં શરૂ થયેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ ટ્રક અને ટેબ્લોમાં સમાજ સુધારાના સંદેશા સાથે થીમ રજૂ કરવામાં આવી છે. બેટી બચાવો બેટી પઢાઓ..ની સાથે પ્લાસ્ટીકને તિલાંજલિ આપી સ્વચ્છતા અભિયાન અંગેના સંદેશા આપતા ટેબ્લોએ નાગરિકોમાં આકર્ષણ પેદા કર્યું હતું. રથયાત્રામાં 101 ટ્રક જોડાઈ છે.