બોગસ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટસ (ટીઆરપી) નાં કેસમાં જેની સામે પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવી હતી તે ટીવી ચેનલ રિપબ્લિક ટીવી સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. પોલીસે સમન્સ બજાવ્યા છતાં રિપબ્લિક ટીવીનાં મુખ્ય ફાઈનાન્શિયલ ઓફિસર (CFO) પોલીસમાં હાજર થયા ન હતા. તેમણે જાહેરાત કરી હતી કે આ મામલામાં ચેનલે સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખટખટાવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રિપબ્લિક ટીવીનાં સીએફઓ શિવ સુબ્રમણ્યમ સુંદરમે પોલીસને તેમનું નિવેદન નહીં નોંધવા કહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ કેસમાં સુપ્રીમ કોર્ટ એક અઠવાડિયામાં સુનાવણી કરવાનું છે. આમ તેઓ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પૂછપરછ માટે હાજર થયા ન હતા. પોલીસે શનિવારે સવારે ૧૧ કલાકે તેમને હાજર થવા સમન્સ બજાવ્યો હતો પણ તેમણે હાજર રહેવાનું ટાળ્યું હતું. જો કે મેડિસન વર્લ્ડ એન્ડ મેડિસન કોમ્યુનિકેશનનાં ચેરમેન અને એમડી સૈમ બલસારા તેમનું નિવેદન નોંધાવવા ક્રાઈમ બ્રાન્ચમાં હાજર રહ્યા હતા.એફઆઈઆરમાં ઈન્ડિયા ટુ ડે ચેનલનું નામ ચમકતા મામલો ગરમાયો હતો.