રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ઘટનાના દેશભરમાં ભારે પ્રત્યાઘાત પડ્યા પછી હાઇકોર્ટે ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિ બનાવી હતી. આ સમિતિએ આજે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરીને રાજકોટના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લિનચીટ આપી દીધી છે. આ બે મ્યુનિસિપલ કમિશનરમાં અમિત અરોરા અને આનંદ પટેલનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટના પછી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યાર પછી સરકારે મોટે ઉપાડે સત્ય શોધક સમિતિ રચી હતી. જો કે આ પ્રકારની સમિતિઓનો ઈતિહાસ રહ્યો છે કે, તેઓ ‘ઘીના ઠામમાં ઘી’ ઢોળી દેવા જ રચાતી હોય છે, એવું પીડિતો અનુભવી રહ્યા છે.