ગાંધીનગર ખાતે આગામી 26 માર્ચે યોજાનારી રાજ્યસભા ચૂંટણી અંગે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોને એકજુથ રાખવા પ્રયાસ કરાયા છે. આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા અને સિધ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધારસભ્યોની સંખ્યા પ્રમાણે ભાજપ અને કોંગ્રેસના ફાળે 2-2 બેઠકો મળી શકે છે. પરંતુ ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ઉતારતા કોંગ્રેસને હોર્સ ટ્રેડીંગનો ભય સતાવી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ, કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને 16 અથવા 17 માર્ચે છત્તીસગઢ અથવા મહારાષ્ટ્ર લઇ જશે. જોકે મળતી માહિતી મુજબ પહેલા કોંગ્રેસ આ બધાજ ધારાસભ્યોને રાજસ્થાન લઇ જવાનું વિચારી રહી હતી પરંતુ મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય કોહરામના કારણે ખુદ મધ્યપ્રદેશ કોંગ્રેસના ધારસભ્યો રાજસ્થાનમાં ખસેડવામાં આવ્યા હોવાથી ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને છત્તીસગઢ અથવા મહારાષ્ટ્ર ખસેડી શકે છે. જોકે હાલમાં રાજ્યનું બજેટ સત્ર ચાલી રહ્યું હોવાથી 15 જેટલા સિનિયર ધારાસભ્યો ગૃહમાં હાજરી આપશે.