ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે મોટા ફેરફાર કર્યા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલી નેતૃત્વ પરિવર્તનની અટકળો પર અંત આવી ગયો છે. મુખ્યમંત્રીએ આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી પોતાનું રાજીનામું સોંપ્યુ છે. હવે ચૂંટણીના એક વર્ષ પહેલા ઉત્તરાખંડને નવા મુખ્યમંત્રી મળશે.