ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારીએ ગુરુવારે પૂર્વોત્તર રાજ્યમાં મતદાન દરમિયાન ટ્વિટર પર મત માંગવા બદલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્ય એકમો તેમજ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દિલીપ સૈકિયાને નોટિસ પાઠવી હતી. ચૂંટણી પંચે કહ્યું કે આ ટ્વીટ્સ ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન છે કારણ કે આ ટ્વિટ્સ મંગળવારે સાંજે શરૂ થયેલા 48 કલાકના પ્રચાર પ્રતિબંધ સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. નિયમો અનુસાર, ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી છેલ્લા 48 કલાકમાં કોઈપણ ચૂંટણી સામગ્રીનું પ્રસારણ કરી શકાતું નથી.