પૂર્વોત્તરના રાજ્ય ત્રિપુરામાં ભાજપની વિજયકૂચ જારી છે. તાજેતરમાં થયેલી પંચાયતી ચૂંટણીમાં પક્ષને ૯૫ ટકા બેઠકો પર વિજય મળ્યો છે.ગયા મહિને ૨૭ જુલાઈના રોજ યોજાયેલી ચૂંટણીમાં પક્ષનો ભવ્ય વિજય થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવવિભોર બની ગયા હતા. તેમણે આ વિજયનું શ્રેય વિકાસના રાજકારણને આપ્યું છે. રાજ્યમાં ત્રણ તબક્કામાં ગ્રામપંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદ માટે ચૂંટણી યોજાઈ હતી. તે ચૂંટણીમાં પક્ષને ૮૬ ટકા બેઠકો પર નિર્વિરોધ જીત મળી હતી.