જિવાતી જીવનરીતિ અને મૌખિક સાહિત્ય દ્વારા કોઈ ખાસ જાતિ વિશેષની સંસ્કૃતિનો ઇતિહાસ આલેખવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે.. આવા અભ્યાસીઓ પોતાના સંશોધન અને અધ્યયન- ક્ષેત્રમાં લોકજીવનની રૂપરેખા વર્તમાન લોકજીવન અને મૌખિક સાહિત્યમાં સમયના પ્રવાહમાં ટકી રહેલા પૂર્વકાળના અવશેષો દ્વારા બાંધે છે. મૌખિક સાહિત્યમાંથી પણ જે કંઈ પ્રાપ્ત થાય છે તે ફક્ત વર્તમાન જીવન સંદર્ભને જ વ્યક્ત કરે છે ,એવું નહીં કહી શકાય તેમાં ઘણું બધું પ્રાચીન હોય છે.. વર્તમાન સંસ્કૃતિ ફક્ત વર્તમાન સમયની વ્યવહાર અને ચિંતનની પ્રથા જ નથી તે પરંપરા પણ છે.. આ પરંપરામાં ઘણું બધું જૂનું સચવાયેલું હોય છે. આ સચવાયેલા અવશેષો પોતાના યુગનો- તે સમયની સંસ્કૃતિનો ઇતિહાસ પ્રગટ કરે છે.. કાળના પ્રવાહમાં સ્થિર રહેલા આ અવશેષો અને આજદિન સુધી ચાલી આવતી પરંપરિત જીવનરીતિ કોઈપણ સંસ્કૃતિની સંરચનાની વ્યાખ્યા નું એક મૂલ્યવાન સાધન છે. આ સચવાઈ રહેલા અવશેષોનુ અન્વેષણ કરતાં કરતાં આપણે જે તે સંસ્કૃતિના મૂળ સુધી પહોંચી શકીએ.. અહીં આદિવાસી જીવનરીતિ ,મૌખિક સાહિત્યમાં ટકી રહેલા પૂર્વ કાલીન સામાજીક અવશેષો અને સચવાયેલી ભૌતિક સાંસ્કૃતિક સંપદાના આધારે આદિવાસી સંસ્કૃતિ સમાજની એક રૂપરેખા આલેખવાનો પ્રયત્ન પરમ આદરણીય આદિવાસી લોકવિદ્યાવિદ્ , સંશોધક અને સાહિત્યસર્જક ડો. ભગવાનદાસ પટેલ દ્વારા આલેખવાનો પ્રયત્ન કર્યો છે... ભારતમાં પ્રાગૈતિહાસિક યુગનો પ્રારંભ એક લાખ વર્ષથી પણ પહેલા થયા ના એંધાણ છે પણ તેનો છેલ્લો સમય ખંડ 10 થી 8 હજાર વર્ષ પહેલાનો માનવામાં આવે છે.. જે અંતિમ પાષાણ યુગના નામથી ઓળખાય છે. આ સમયે "નિષાદ" પ્રજાવસતી હતી.. નિશાદ એ જ આજના આદિવાસીઓ એમ ખ્યાત ઇતિહાસવિદો રોબર્ટ શેફર અને ડિ.ડિ. કોસામ્બી દ્રઢતાપૂર્વક માને છે.. ભારતીય સભ્યતાના વિકાસમાં આદિ- આદિવાસીઓનો નોંધપાત્ર ફાળો છે.. આદિવાસીઓની પૂર્વકાલીન ધાર્મિક પૂજા વિધિઓ અને આ સમયે ગાવામાં અને કથવામાં આવતી 'સૃષ્ટિ( પૃથ્વી)ની ઉત્પત્તિકથા','અવતારકથા' 'ગૌતમ રખી (ગૌતમઋષિ)ને એંદર (ઈન્દ્ર)ની વારતા જેવી કથાઓનો પ્રભાવ આદિવાસી સમાજના સામાજિક- ધાર્મિકજીવન માં અત્યારે પણ એટલો જ પ્રબળ છે.. આ આદિવાસી સંસ્કૃતિના કંઠસ્થ સાહિત્યના ઉપાદાન અન્ય પ્રાચીન જાતિઓએ પોતાની ભાષામાં આત્મસાત કરી લીધા હોય તેવો સંભાવના નકારી ન શકાય.. આર્યોને દ્રવિડ, પુલિન, નિષાદ કે ભીલ આદિવાસી જેવી આર્યેતર સંસ્કારી પ્રજા પાસેથી જે વારસો મળ્યો હતો એ ભારતીય સંસ્કૃતિનો ધાર્મિક-સામાજિક પાયો ગણાય છે. કર્મ અને પુનર્જન્મ વિશેના વિચારો સર્પ- વૃક્ષ -લિંગપૂજા હોમની વૈદિક વિધિથી ભિન્ન ઉપાસના પૂજાવિધિ વગેરેના મૂળ આર્યતર પ્રજામાં છે ..વર્તમાન ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ મુખ્યત્વે આર્ય અને દ્રવિડ નિષાદ કે આદિવાસી જેવી આર્ય પ્રજાના મિલન અને યોગદાનથી બંધાયું છે "ભારતીય સભ્યતાના કેવળ નૉડિકઆર્ય જાતિની ,કૂલીન લોકોની જ સંસ્કૃતિ નથી.. એ તો એકાદ પથ્થર સ્થાપીને એના ઉપર સિંદૂર ચોપડી એની પૂજા કરનારા લોકોથી માંડી ને અદ્વૈતની મહત્તમ અનુભૂતિ સુધીના વૈવિધ્યોથી પોતાના જીવનમાં રંગ ભરનાર અને ભારતભૂમિને રંગમયી, વિચારણીય,ગતિમયી બનાવતી વિવિધ પ્રથાઓ ની સહિયારી સંસ્કૃતિ છે." આદિવાસી સમાજ વિશે ગ્રામ અને નગરમાં વસતા અન્ય સમાજના લોકોમાં અનેક પ્રકારની ગેરસમજો પ્રવર્તતી હોય છે.. આવી ગેરસમજો તોડવા માટે અને સમાજ સમાજ વચ્ચે ભાવાત્મક એકતા સ્થાપવા માટે પણ આ કલાગ્રંથ ઉપયોગી થાય એવું છે.. વળી આદિવાસી ભાઈ-ભાંડુ વચ્ચે કામ કરનાર સામાજિક -શૈક્ષણિક કાર્યકરો આદિવાસી સમાજને તેના સાંસ્કૃતિક સંદર્ભમાં ઓળખી શકે એવો ખ્યાલ પણ આ કલાગ્રંથ પાછળ રહેલો છે.. યંત્રયુગ અને આધુનિક શિક્ષણના પ્રભાવ તળે ગ્રામ અને નગરની સંસ્કૃતિની જેમ આદિવાસી સંસ્કૃતિ પણ ઝડપથી પરિવર્તન પામી રહી છે એવા સંજોગોમાં ભવિષ્યનો ઇતિહાસવિદ્ , પુરાતત્વવિદ્ અને સામાજિક માનવશાસ્ત્રી અતીતના બધા જ આધારો ગુમાવી ન બેસે અને આ આદિવાસી સંસ્કૃતિ સંપદાનો ઉપયોગ કરી શકે તેવો આશય પણ આ કલાગ્રંથ પાછળ રહેલો છે ..દ્રશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગ -ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ના કાર્યકારી અધ્યક્ષ અને મારા સહૃદય મિત્ર સુપ્રસિદ્ધ તસવીરકાર આલાપ બ્રહ્મભટ્ટ અને ચિત્રકાર અને તસવીરકાર રોહિત ભાઈ મિસ્ત્રી સાથે 200 કરતાં પણ વધારે તસવીરોનું દસ્તાવેજીકરણ આ કલાગ્રંથની ઉચ્ચ ગરમીમાં બક્ષે છે ..પદ્મશ્રી થી સન્માનિત વારલી ચિત્રકાર જીવ્યા સોમા મશેની જીવનકથા સુપ્રસિદ્ધ તસવીરકાર જ્યોતિ ભટ્ટ ની કલમે લખાયેલી વિસ્તૃત કથા વારલી ચિત્રકારના અનેક દ્વારો ખોલી આપે છે.