એક દિવસ પહેલા આવેલા ભીષણ ભૂકંપ બાદ નેપાળમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 3.6 આંકવામાં આવી હતી. જોકે, નેપાળમાં આવેલા આ ભૂકંપની અસર ભારતમાં અનુભવાયી નહોતી.
અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં પણ મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.