આજે વહેલી સવારે લદાખની ધરાં ધ્રૂજી ઊઠી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાનુસાર ભૂકંપના આંચકા વહેલી સવારે લગભગ 4:33 વાગ્યે અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સપાટીથી 5 કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે આજે મોડી રાતે જમ્મુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.