સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 4.8 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરે જણાવ્યું હતું કે એપિસેન્ટર ભચાઉથી 22 કિમી દૂર દક્ષિણ દિશામાં હતું. સવારે 4 વાગ્યે ધરા ધ્રૂજી હતી, કેટલાક લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જાન-માલના નુકસાનના કોઈ અહેવાલ નથી.