Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખાંભાના ભાજપના અગ્રણી મોહનભાઈ વરીયા સાથે મોબાઈલ ફોનમા કરેલી વાતચીત ઓડીયો સ્વરૂપે ફેલાય જતા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ પોતાના ઉચ્ચારણો ખાંભાની ઘટના સંદર્ભે હોવાનુ સ્પષ્ટ કર્યુ છે. તેમના વિધાનો રાજ્ય સરકાર બાબતે હોવાનુ તેમણે નકાર્યુ છે. સુરતથી વતનમાં આવેલા લોકોને ખાંભામાં લાંબો સમય રોકી રાખવાની પદ્ધતિ બાબતે તેમણે વાત કર્યાનું જણાવ્યુ હતું.

રૂપાલાએ એક અખબાર સમક્ષ આ અંગેનો ખુલાસો કરતા જણાવ્યું કે, મોહનભાઈ વરીયા મારાથી મોટી ઉંમરના વર્ષો જૂના સરળ કાર્યકર છે. ફોનમાં જે વાત થઈ તે ખાંભાની ઘટના સંદર્ભે હતી. હું ત્યાંની સિસ્ટમ બાબતે કહેવા માંગતો હતો. સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાતુ હોવા સહિતના પ્રશ્નો હતા. મેં કોઈ એક ઘટના વિશે કરેલી વાતચીતને મનસ્વી અર્થઘટનથી સમગ્ર રાજ્યના વ્યવસ્થા તંત્ર સાથે જોડવામાં આવે તે બીલકુલ યોગ્ય નથી. ખાંભાના પ્રશ્ને મોહનભાઈ સાથે વાત થયા બાદ મેં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ વાત કરેલ. ત્યાર પછી ત્યાંની કામગીરી સરળ બની હતી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં તેઓ IAS અધિકારીઓને અક્કલ વગરના ગણાવીને કહે છે કે ગુજરાતમા આ લોકો જ શાસન ચલાવે છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. કારણ કે તેનો સીધો મતલબ એવો પણ થઇ શકે છે કે મુખ્યપ્રધાનનો આ અધિકારીઓ પર કંટ્રોલ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ