નવા મોટર વ્હિકલ એક્ટમાં કરાયેલી ભારે દંડની જોગવાઈના વિરોધમાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા ૧૯મી સપ્ટેમ્બર ગુરુવારના રોજ ટ્રકો અને બસોની રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન અપાયું છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે તાજેતરમાં મોટર વ્હિકલ એક્ટમાં કરાયેલા સુધારા પાછા ખેંચવા અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન માટે લાગુ કરાયેલી ભારે દંડની રકમમાં સુધારો કરવાની માગ કરી છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન માટેના દંડમાં તોતિંગ વધારાના વિરોધમાં દેશભરમાં હડતાલની જાહેરાત કરતાં ખાનગી વાહન માલિકો, વાન અને ઓટો રિક્ષા ડ્રાઇવરોને પણ હડતાલમાં જોડાવા અપીલ કરી છે.