કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા બે મહિનાથી દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલને પ્રજાસત્તાક દિવસના રોજ હિંસક સ્વરૂપ ધારણ કર્યાના બે દિવસ બાદ સરકારે આંદોલનકારી ખેડૂતો સામે આકરું વલણ અખત્યાર કર્યું હતું. ગુરુવારે ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં ખેડૂત આંદોલન સમાપ્ત કરાવવાના તમામ જિલ્લા અધિકારી અને પોલીસ વડાઓને આદેશ જારી કર્યાં હતાં. યુપી સરકારે ગાઝીપુર બોર્ડર ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોને રાત સુધીમાં સ્થળ ખાલી કરી દેવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. ખેડૂતોને હટાવવા માટે સરકાર દ્વારા બોર્ડર પર વીજળી અને પાણીનો પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો