ગુજરાતમાં IAS અને IPS અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. જેમાં 18 IAS અને 8 IPS ની ટ્રાન્સફર અને નિમણૂકો કરાઈ છે. મનોજકુમાર દાસને ફરીથી મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક અપાય છે. જ્યારે જયંતિ રવિ ફરીથી ગુજરાત પરત ફર્યા છે.
18 IAS અધિકારીઓની બદલી : રાજ્યમાં સરકારે મોટા પાયે IAS અને IPS અધિકારીઓની બદલી કરી છે. રાજ્ય સરકાર દ્વારા સુનયના તોમર, પંકજ જોશી, મનોજકુમાર દાસ, જયંતિ રવિ, સ્વરૂપ.પી, અંજુ શર્મા, એસ.જે. હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા, ડોક્ટર ટી. નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે. કે. નિરાલા, રાજેશ મંજુ, એસ.કે. શર્મા, મમતા વર્મા, મુકેશકુમાર, મુરલી ક્રિષ્નન, વિનોદ રાવ, અનુપ આનંદ, રાજેશ મંજુ, રાકેશ શંકર, કે. કે. નિરાલા, એ.એમ. શર્માની બદલીના આદેશ થયા છે.