ગુજરાતના કચ્છ તેમજ સૌરાષ્ટ્ર સહિત પશ્વિમ ભાગમાં આવેલા શહેરના રહેવાસીઓ કે જેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે તેમને હવે હાલાકી ભોગવવાનો વારો આવવાનો છે, કારણ કે ત્યાંથી આવતી ટ્રેનોને રેલવે વિભાગે ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પાલનપુરથી મધ્ય ગુજરાત તરફ જતી ટ્રેનો ખોડિયાર, ચાંદલોડીયાથી પસાર થઈ આંબલી રોડ જશે. જે બાદ આ ટ્રેનો સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જશે’. જેના કારણે અમદાવાદ આવવા ઈચ્છતા લોકોએ ચાંદલોડીયા રેલવે સ્ટેશન અથવા તો આંબલી રેલવે સ્ટેશન પર ઉતરવું પડશે અને જેમને અમદાવાદ રેલવે સ્ટેશનથી બીજી ટ્રેન પકડવાની છે તેણે શહેરમાં 13 કિમી જેટલી લાંબી મુસાફરી કરવી પડશે. જણાવી દઈએ કે, ચાંદલોડિયા રેલવે સ્ટેશન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 10 કિમી દૂર છે. જ્યાં પહોંચતા મુસાફરોને 30 મિનિટ જેટલો સમય લાગશે.
મહેસાણાની ઝોનલ રેલ યૂઝર્સ કન્સલ્ટેશન કમિટી (ZRUCC)ના સભ્ય શૈલેષ ઉપાધ્યાયે જણાવ્યું કે, ‘રેલવે વિભાગના આ નિર્ણયના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મુસાફર કે જેમને રાજધાની એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી કરવાની છે તેમને ખાસ તકલીફ પડશે. કારણ કે મુસાફરીમાં જ ઘણા કલાક જતા રહેશે. રેલવે વિભાગે મુસાફરોને સરળતા રહે તે માટે ટ્રેનોને સાબરમતી રેલવે સ્ટેશન ડાયવર્ટ કરવી જોઈતી હતી.’ અમદાવાદ ZRUCCના સભ્ય યોગેશ મિશ્રાએ કહ્યું કે, ‘રેલવે વિભાગના આ નિર્ણયથી સૌરાષ્ટ્ર-કચ્છથી આવતા મુસાફરોને તો તકલીફ પડશે જ પરંતુ જે લોકો સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં સ્થાયી થયા છે તેમને પણ અસર થશે. સૌરાષ્ટ્રમાંથી આવેલા મોટાભાગના લોકો નિકોલ, નરોડા અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાયી થયા છે, તેમના માટે શહેરના એક છેડાથી બીજા છેડા તરફ જવું અઘરૂ રહેશે’.
ટ્રેનોને ડાયવર્ટ કરવા પાછળનું કારણ જણાવતાં ડિવિઝિનલ રેલવે મેનેજર (DRM) દિનેશ કુમારે એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અમદાવાદ રેલવે સ્ટેશન પર આખો દિવસ ટ્રેનોની અવર-જવર રહે છે. આ રેલવે સ્ટેશન પરથી દિવસની 100થી વધુ ટ્રેનો પસાર થાય છે જે વધારે છે. સાબરમતી રેલવે સ્ટેશન પર 10 ટ્રેનોને ડાયવર્ટ કર્યા બાદ, સૌરાષ્ટ્ર-કચ્છથી આવતી ટ્રેનોને અમદાવાદ પર સ્ટોપ આપ્યા વગર ચાંદલોડિયા રેલવે સ્ટેશન ડાયવર્ટ કરાશે’. દિનેશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, બીજી ટ્રેનોનો વેઈટિંગ ટાઈમ પણ ઘટાડવામાં આવશે. અમદાવાદ રેલવે સ્ટેશનના 12 ટ્રેકમાંથી 9 ટ્રેક પર દોડતી ટ્રેનોને કારણે વધારે ભીડ રહે છે.
ડિવિઝિનલ કોમર્શિયલ મેનેજર અજય પ્રકાશે કહ્યું કે, ‘ક્રૂ ચેન્જ કરવા અને એન્જિન માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોને ઓછામાં ઓછી 20 મિનિટ સુધી રોકાવું પડે છે. ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર 10 જેટલી ટ્રેનોને ડાયવર્ટ કરવાથી રોજની 30 મિનિટ બચશે’. પશ્ચિમ ગુજરાતથી આવતી તમામ ટ્રેનોને અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રવેશ મળશે કે કેમ તે અંગેનો જવાબ આપતા પ્રકાશે કહ્યું કે, ‘અમારા આ નિર્ણયનો કઈ રીતે શ્રેષ્ઠ અમલ કરી શકીએ તેની યોજના અમે બનાવી રહ્યા છીએ અને બધા વિકલ્પો જોઈ રહ્યા છીએ’.