દેશના કરોડો યુઝર્સ માટે રાહતના સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈનું કહેવું છે કે ટેલિકોમ કંપનીઓએ વોઇસ અને એસએમએસ પેક અલગથી આપવા પડશે. તેના લીધે ગ્રાહકોને તેમના માટે જરુરી હોય તેટલી જ સર્વિસના પેમેન્ટનો વિકલ્પ મળશે. તેની સાથે સ્પેશ્યલ ટેરિફ વાઉચર (એસટીવી)ની સમયમર્યાદા 90 દિવસથી વધારીને 365 દિવસ કરવામાં આવી છે. ટ્રાઈના નિયમો મુજબ દસ રુપિયાનું ટોપ અપ વાઉચર રાખવું જરૂરી છે. હાલમાં ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને કોમ્બો ઓફર આપે છે.તેના લીધે ટુ-જી સીમકાર્ડનો ઉપયોગ કરનારાઓને સૌથી વધુ ફાયદો થશે. આજે પણ ગ્રામીણ તથા દૂરના ક્ષેત્રોમાં લોકો ટુ-જી સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.