અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન 8 શ્રમિકોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 8 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનામાં બે શ્રમિકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.