બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. મુંબઈ (Mumbai)ની પી.ડી. હિન્દુજા હૉસ્પિટલના ડૉ. જલીલ પારકરે આ બાબતે માહિતી આપી છે. દિલીપ કુમાર છેલ્લા 8 દિવસથી ICUમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે 7:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલીપ કુમારના ઘરે પહોંચ્યા. મુખ્યમંત્રીએ જાણકારી આપી કે દિલીપ સાબના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.