રાજ્યમાં આજથી ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા છે. ટ્રાફિક પોલીસ લોકોને સમજાવવાની સાથે સાથે નિયોમોનું પાલન ન કરતા લોકોને દંડી રહી છે. બીજી તરફ રાજકોટમાંથી હેલ્મેટની ચોરીનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યારે રાજકોટ અને જેતપુરમાં તપેલીનું હેલ્મેટ પહેરનાર વ્યક્તિઓના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.
રાજકોટમાં ટ્રાફિકના નવા નિયમ લાગુ થતાં જ પોલીસે હેલ્મેટ નહીં પહેરનાર વ્યક્તિઓને રૂ. 500નો દંડ આપવાનું શરૂ કરી દીધું છે. લોકોએ રૂ. 500ના દંડનો ખૂબ વિરોધ કર્યો છે. બીજી તરફ શહેરમાં હેલ્મેટને બદલે તપેલી પહેરીને બાઇક પર જતાં એક યુવકનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં કાલાવાડ રોડના કેકેવી હોલથી ક્રિસ્ટલ મોલ તરફ એક યુવક માથામાં તપેલી પહેરીને જતો દેખાઈ રહ્યો છે.
રાજકોટ હેલ્મેટ ચોરીનો વીડિયો કયા વિસ્તારનો છે તે માલુમ પડ્યું નથી. આ અંગેના સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક પર આવેલી યુવક મોબાઇલ પર વાતો કરી રહ્યો છે.
જે બાદમાં તે આસપાસની દુકાનોમાં પણ નજર નાખે છે અને તેને કોઈ જોઈ નથી રહ્યુંને તેની ખાતરી કરે છે. તક મળતા જ યુવક રસ્તા પર પાર્ક થયેલી બાઇકના હેન્ડલમાં લગાવેલું હેલ્મેટ લઈને ફરાર થઈ જાય છે.
દંડની વસૂલાત : રાજકોટમાં ટ્રાફિકનો નિયમ અમલી બન્યાના પ્રથમ દિવસે બપોર સુધી ટ્રાફિક શાખાએ આશરે રૂ. 1.10 લાખનો દંડ વસૂલ્યો હતો.