Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આશરે 1000 વર્ષથી પણ વધારે પ્રાચીન અને પરંપરાગત ડિઝાઇન અને કાપડ માટે વિશ્વભરમાં સુવિખ્યાત 'પાટણના પટોળા' છે, હવે તેણે અમદાવાદની બજારમાં પ્રવેશ કર્યો છે. અમદાવાદમાં આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનીષ શાહ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં વિશ્વના સૌપ્રથમ 'Patola by Nirmal Salvi' શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

અત્યંત જટિલ વણાટ ધરાવતા પરંપરાગત પટોળા એક કલા છે, જેને પાટણમાં સાલ્વી પરિવાર દ્વારા સાચવવામાં આવી છે અને પરિવારની દરેક નવી પેઢીને સોંપવામાં આવે છે. હાલમાં, માત્ર ત્રણ જ પરિવાર પટોળા બનાવે છે. પાટણના પટોળામાં કાપડને એવી રીતે વણવામાં આવે છે કે કપડાંની બંને બાજુએ ડિઝાઇન અને દેખાવ એક જ સરખો રહે. પટોળાનું ઉત્પાદન ખૂબ સમય માંગી લે તેવી કળા છે અને એક પટોળા સાડીને બનાવવા માટે લગભગ ત્રણથી ચાર મહિના જેટલો સમય લાગે છે.

આ પ્રસંગે પટોળા ઓફ પાટણ પ્રા. લિ. ના ડિરેક્ટર શ્રી નિર્મલ સાલ્વીએ કહ્યું હતું કે, "પાટણના પટોળાનો સૌપ્રથમ શોરૂમ અમદાવાદમાં ખોલવાનો નિર્ણય તેની લોકપ્રિયતા અને ભારે માંગ હોવાના લીધે શુભારંભ કર્યો છે. અમદાવાદના લોકો માટે અસલી પટોળા ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ."

આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, "આ પહેલીવાર છે કે પાટણથી બહાર પટોળા ઉપલબ્ધ થશે. ભારતમાં આ પરંપરાગત કળા ખૂબ પ્રખ્યાત છે અને હું ઈચ્છું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ પ્રાપ્ત કરે. સાલ્વી પરિવારે દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને દેશના અન્ય શહેરોમાં પણ આવા વધુ શો રૂમ ખોલવા જોઈએ."

પાટણના પટોળાને જી.આઇ.(GI) ટેગ મળ્યો છે અને અનોખાં કાપડના ઉપયોગથી પટોળા બનાવવા માટે કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. "સાડી તરીકે પટોળા પ્રખ્યાત હતાં જ પરંતુ હવે દુપટ્ટા, ટાઈ, જેકેટ્સ, પોકેટ સ્ક્વેર્સ અને ગિફ્ટિંગના અન્ય ઉત્પાદનોમાં પણ તેની માંગ વધી છે.", તેવું શ્રી નિર્મલ સાલ્વીએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ દેશના અન્ય શહેરોમાં પટોળા ઉપલબ્ધ બનાવવાની શક્યતાઓ ચકાસી રહ્યા છે.

શ્રી અશોક સાલ્વી, શ્રી વિરલ સાલ્વી, શ્રી ઉજ્જવલ સાલ્વી અને શ્રી એપ્રિલ પટેલના સફળતા પૂર્વક પ્રયાસો અને સહયોગને લીધે સ્ટેલાર, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે 'Patola by Nirmal Salvi'ના સૌપ્રથમ શોરૂમનો પ્રારંભ શક્ય બન્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ