દિલ્હીમાં ચાલી રહેલી સિલિંગની કામગીરીના વિરોધમાં મંગળવારે દિલ્હીના સાત લાખ વેપારીઓએ બંધ પાળવાનું નક્કી કર્યું છે. વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આજે મુખ્ય બજારની દુકાનો બંધ રહેશે. વેપારીઓની માંગ છે કે કેન્દ્ર સરકાર દરમ્યાનગીરી કરીને સિલિંગની કામગીરી અટકાવે. દિલ્હીમાં દુકાનો સીલ કરવાની કામગીરીથી વિવાદ સર્જાયો છે.