દેશમાં આજે એક બાજુ 72માં ગણતંત્ર દિવસ (Republic Day 2021) ની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી બાજુ દિલ્હી (Delhi) બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો આજે ટ્રેક્ટર રેલી (Tractor rally) કાઢી રહ્યા છે. આ દરમિયાન આંદોલનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર છે. સિંઘુ, ટિકરી બોર્ડર પર પોલીસ બેરિકેટિંગ તોડી નાખી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલી લઈને દિલ્હીની અંદર આગળ વધી રહ્યા છે. પોલીસ ડ્રોન દ્વારા દિલ્હીની બોર્ડર પર નિગરાણી કરી રહી છે. ગાઝીપુર બોર્ડર ઉપર પણ ખેડૂતોએ બેરિકેડ તોડ્યા છે. ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. આ સાથે જ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે.