Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થઈ હતી. એ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મૂળના નાગરિકોને વિદેશની ધરતી પર દેશના બ્રાન્ડ એમ્બેસેડર્સ ગણાવ્યા હતા. ભારતના વિકાસમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ૭૦ દેશોના લગભગ ૩૫૦૦ જેટલા ભારતીય મૂળના નાગરિકોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. મોદીએ તેમને નર્મદા મૈયાના દર્શનની ભલામણ કરી હતી.

ભારતીય મૂળના વિદેશમાં રહેતા નાગરિકોના સન્માનમાં ૨૦૦૩થી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ થઈ હતી. ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા તે દિવસને પસંદ કરીને દર વર્ષે ૯મી જાન્યુઆરીએ આ ઉજવણી થાય છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ૯મી જાન્યુઆરી, ૧૯૧૫ના દિવસે મુંબઈ આવ્યા હતા. કોરોનાકાળના વિરામ બાદ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં ૧૭મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવાયો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ