દુનિયામાં વેપાર કરવા માટે ભારત હજી પણ પડકારજનક સ્થળ છે તેમ અમેરિકાએ જણાવ્યું હતું. સાથે અમેરિકાએ રોકાણ માટેના અવરોધો દૂર કરવા અને અમલદારોની લાલફીતાશાહીના નિયંત્રણો હટાવી આકર્ષક અને વિશ્વસનીય રોકાણ વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે ભારતને આગ્રહ કર્યો છે. અમેરિકન વિદેશ વિભાગે બુધવારે '૨૦૨૧ ઈન્વેસ્ટમેન્ટ ક્લાઈમેટ સ્ટેટમેન્ટ્સ ઃ ઈન્ડિયા' રિપોર્ટમાં કહ્યું કે ભારત વેપાર કરવા માટે એક પડકારજનક સ્થળ છે. આ રિપોર્ટમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યની વિશેષ બંધારણીય સ્થિતિને હટાવવા અને નાગરિક્તા સુધારા કાયદા (સીએએ)નો પણ ઉલ્લેખ કરાયો છે.