કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે તહેવારોની ઉજવણી આકરાં નિયંત્રણો મધ્યે કરવી પડશે. મંગળવારે કેન્દ્ર દ્વારા શ્રેણીબદ્ધ એસઓપી જારી કરાઇ હતી. સરકારે જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થળોમાં મૂર્તિ, પ્રતિમા, ધાર્મિક પુસ્તકોને સ્પર્શની પરવાનગી અપાશે નહીં. ક્વાયર અથવા તો ભજનમંડળીઓને પરવાનગી અપાશે નહીં પરંતુ તેના સ્થાને રેકોર્ડેડ ભક્તિસંગીત અને ભજનોનો ઉપયોગ કરવાનો રહેશે. ધાર્મિક સ્થળો ખાતે આયોજિત થતા સામુદાયિક રસોડા, લંગર, અન્નદાનના કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
સરકારે જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન સમારંભોના આયોજનમાં ભાગ લેનારાઓ માટે અલગ અલગ સમય અને નિયંત્રિત પ્રવેશનું આયોજન કરવાનું રહેશે. તહેવારની ઉજવણીના આયોજકોએ ફ્લોર પર ફિઝિકલ ડિસ્ટન્સની નિશાની, પૂરતા પ્રમાણમાં સેનિટાઇઝર, થર્મલ ગનની વ્યવસ્થા કરવાની રહેશે. ઉજવણીના સ્થળે કોરોનાના શંકાસ્પદ કેસને આઇસોલેટ કરવાની જગ્યા તૈયાર રાખવી પડશે.