બિઝનેસની દુનિયામાં રતન તાતા એક પ્રતિષ્ઠિત અને બહુ મોટુ નામ છે. મંગળવારે ટાઈકોન મુંબઈ 2020 કાર્યક્રમમાં રતન તાતાને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. કોર્પોરેટ જગતના બીજા સૌથી મોટા નામ એવા ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ આ એવોર્ડ તેમને સોંપ્યો હતો અને ત્યારબાદ જે બન્યું તે જોઈને બધા જ તેને જોતા રહી ગયા હતા. 73 વર્ષીય નારાયણમૂર્તિએ 82 વર્ષના રતન તાતાના પગે પડીને તેમના આશીર્વાદ લીધા હતા. ભારતીય મૂલ્યોની કદર કરનારા લોકોના હ્રદયને આ ફોટો સ્પર્શી રહ્યો છે.