જમ્મુ કાશ્મીરમાં પોલીસ કોન્સ્ટેબલની ૪,૦૦૨ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. જેમાં, કુલ ૫.૫૯ લાખ નોકરી ઈચ્છુકોએ અરજી કરી છે. આ માહિતી અધિકારીએ શનિવારે આપી હતી. આ માટેની પરીક્ષા રવિવારના રોજ લેવામાં આવશે. બીજી તરફ, ઘણા યુવકોએ પરીક્ષા વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ઉંમરમાં છૂટછાટની સાથે પરીક્ષાને પાછળ ઠેલવાની માંગ કરી હતી.